માળિયા પંથકમાં મીઠાના એકમોની નુકશાનીનો સર્વે કરાવવા કેસરીદેવસિંહની સરકારમાં રજુઆત

- text


મોરબી : ભારે વરસાદના કારણે માળિયા પંથકમાં મીઠાના એકમોને થયેલા નુકસાનને લઈને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખિત રજુઆત કરી છે.

રજુઆતમાં કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું છે કે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ભારે વરસાદથી મીઠાના એકમોને ખુબજ નુકસાન થયેલ છે. મીઠાના ઉદ્યોગો માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય હોય મીઠાના મોટા-નાના એકમો પર ભારે વરસાદના કારણે મીઠાના સ્ટોકનું ખુબજ મોટું ધોવાણ થયેલ છે. તદુઉપરાંત એકમોના મેઈન બંધપાળા, તળાવો, કયારાઓ, રોડ મશીનરીઓ, ઈલેક્ટ્રીક મોટરો તથા વાયરીંગ, રોડ, રસ્તાઓ ઉપર ખુબજ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગોને યોગ્ય સહાય આપવામાં આવે તેવી રજુઆત છે.

- text

- text