- text
નવ નિર્મિત પીપળી-જેતપર રોડ પર આગેવાનોની હાજરીમાં વૃક્ષારોપણનો પ્રારંભ કરાયો
મોરબી : મોરબીમાં નવ નિર્મિત પીપળી-જેતપર રોડ પર આજે મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન અને હરિહર ધામ ખોખરા હનુમાનના સંયુક્ત ઉપક્રમે મુકતાનંદ બાપુ પ્રેરિત માવજત ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વનવિભાગ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
પીપળી-જેતપર રોડ પર 10 હાજર જેટલા વૃક્ષો પિંજરા સાથે વાવવામાં આવશે. તેમજ માવજત ફાઉન્ડેશન દ્વારા 3 વર્ષ સુધી વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વેલેન્જા ગૃપના ત્રિભુવનભાઈ વાંસદડિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા અને કિરીટભાઈ પટેલ, વન વિભાગના આરએફઓ સોનલબેન શિલુ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશભાઈ આદ્રોજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમ્યાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, મોરબીમાં દર વર્ષે 1 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટે પ્રયત્નો ચાલુ છે. તેમજ દરેક રોડ પર વૃક્ષો વાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ આજથી 10 હજાર વૃક્ષારોપણના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રીતે હળવદ રોડ પર ચરાડવા સુધી 10 હજાર વૃક્ષો વાવવામાં આવશે.
- text
- text