મોરબી જિલ્લામાં વધુ એક નાલુ બેસી ગયું : સ્થાનિકોમાં રોષ

- text


લખધીરનગરથી અદેપરને જોડતા રસ્તા પર ગેરંટી વાળું નાલુ બેસી જવા છતાં તંત્ર ઉદાસીન

મોરબી : મોરબી જિલ્લામાં એક પછી એક નબળા નાલા બેસી જવાની ઘટનાઓ વચ્ચે લખધીરનગરથી અદેપરને જોડતા રસ્તા પર આવેલું નાલુ બેસી જવાની સાથે નાલાની એક બાજુની દીવાલ પણ ઘણા સમયથી પડી ગઈ હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબી તાલુકાના અદેપર ગામના સરપંચ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી અદેપર ગામને જોડતા માર્ગ ઉપરનું નાલુ બેસી જવા અંગે ફરિયાદ કરી છે, વધુમાં આ નાલુ બેસી જવાને કારણે અદેપર, પંચાશિયા તથા વાંકાનેર તરફ જતા લોકોને મુશ્કેલ બન્યું હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, નબળા નાલા અંગે સરકારી તંત્રને તથા સ્થાનિક ધારાસભ્ય તેમજ સાંસદસભ્યને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. બીજી તરફ આ રોડ ગેરંટી પિરિયડમાં હોવા છતાં પણ રીપેરીંગ કરવામાં આવતું ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

- text

- text