મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ કાલે ચિત્રકુટ ફીડર વિસ્તારમાં વીજકાપ રહેશે 

- text


મોરબી : મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ તારીખ 12-9-2024ના રોજ મેઇન્ટનન્સની કામગીરીના કારણે ચિત્રકુટ ફીડર વિસ્તારમાં સવારે 7:30 થી બપોરે 3:30 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર, શહેર પેટા વિભાગ- 2, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text