રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક સ્પર્ધામાં મોરબી જિલ્લાના શિક્ષકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન 

- text


મોરબી : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના બે સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં મેઘાણી વાડી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીરુલતાબેન બોડાએ શોર્ટ પૂટમાં ગોલ્ડ મેડલ, હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ અને ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જ્યારે જ્ઞાન જ્યોત વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક દિલીપસિંહ મોરીએ ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. બંને ખેલાડીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- text

- text