હળવદના શ્રીજીનગરમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓને પ્રવેશબંધીના લાગ્યા બેનરો

- text


હળવદ : અમદાવાદ-લાકડીયા વીજલાઈન મોરબી જિલ્લાના માળિયા મિયાણા અને હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર-નવાર ઘર્ષણ થઈ રહ્યું છે. ત્યારે માળિયા અને હળવદ તાલુકાના વિવિધ ગામડામાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા છે. બે દિવસ પહેલા માળિયાના ખાખરેચી ગામ બાદ આજે હળવદ તાલુકાના શ્રીજીનગર ગામે પણ ખેડૂતોએ કર્મચારીઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવ્યા છે.

અમદાવાદ-લાકડીયા વીજલાઈન મામલે ખેડૂતોમાં ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે. ઓછા વળતર અંગે ખેડૂતોએ અવાર- નવાર રજૂઆતો કરી છે અને આંદોલન પણ કર્યું છે છતાં પણ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર જ ખેતરમાં ઘુસી જઈ પાકનો નુકસાન કરી રહ્યા છે. જેના કારણે હળવદ તાલુકાના શ્રીજીનગર ગામમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓના પ્રવેશબંધી અંગેના બેનર લગાવ્યા છે.

- text

- text