મોરબીમાં નરસંગ ટેકરી મંદિરમાં ગઠિયાએ મહિલાનું પર્સ ચોર્યું : ઘટના CCTVમાં કેદ

- text


પોલીસને અરજી આપી છતાં ચોર પકડાયો ન હોવાની રાવ

મોરબી : મોરબીના નરસંગ ટેકરી મંદિરે એક ગઠિયાએ મહિલાનું પર્સ ચોર્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ ગઈ છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નરસંગ ટેકરી મંદિરમાં ગત તા.20 ઓગસ્ટના રોજ એક મહિલા ભાવિક બેઠા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે તેની પાછળ બેસીને પર્સ સેરવી લીધું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામા આવ્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે વિડીયોના પુરાવા સાથે લેખિત અરજી આપવામાં આવી હતી. પણ હજુ સુધી ચોર પકડાયો ન હોવાની ફરિયાદીએ રાવ પણ કરી છે.

- text