મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીને ભાવભેર અપાઈ વિદાય  

- text


પાંચ દિવસ ગણેશ મહોત્સવમાં અનેક મહાનુભાવોએ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લીધો લાભ

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તા. ૭ના રોજ ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય આગમનથી ગણેશ મહોત્સવની રંગે ચંગે શરૂઆત થઈ હતી. જેમાં પ્રથમ દિવસે મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આરતીનો લાભ લીધો હતો. ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકો એ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ રાત્રે ૯ થી ૧૧:૩૦ ચિત્રા ધૂન મંડળ ના સહયોગથી ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણપતિ મહોત્સવ અંતર્ગત બીજા દિવસે ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્રીજા દિવસે ગણપતિ મહારાજને કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા ૫૬ ભોગ અંતર્ગત અનેકવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મહોત્સવના ચોથા દિવસે પણ ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકો એ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. આરતીમાં કોલેજના ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીલ્લા કલેક્ટર કિરણ ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કાર્ય હતા અને કોલેજના સંચાલકોને પણ આવા ઉમદા આયોજન બદલ બિરદાવ્યા હતા.

ગણેશ મહોત્સવ અંતર્ગત પાચમાં દિવસે સવારે આરતી બાદ બપોરે કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા અને નાચ ગાન સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ના નેજા હેઠળ કોલેજના TY B.COM / TYBBAના વિધાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text