મોરબીના SP રોડ પર તંત્રની બેદરકારીના કારણે કાર ફસાઈ, લોકોમાં રોષ

- text


મોરબી : મોરબીના એસપી રોડ પર રોડ રસ્તાની હાલત અતિ દયનીય હાલતમાં છે. ખરાબ રોડના કારણે એસપી રોડ પર અવાર નવાર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે આજે એસપી રોડ પર એક કાર ફસાઈ હતી.

- text

મોરબીના એસપી રોડ પર આવેલી સોલિટેર હાઈટ્સ અને રાધિકા હાઈટ્સ પાસે ભુગર્ભ ગટરના ઢાકણાની પાસે અચાનક ખાડો પડી જતાં કારનું આગળનું ટાયર આ ખાડામાં ફસાઈ ગયું હતું. જેથી ક્રેન બોલાવીને કારને ખાડામાંથી બહાર કાઢવી પડી હતી. તંત્રની આ બેદરકારીના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને એસપી રોડ પર રોડ રસ્તાની હાલત સુધારવા લોકો માગ કરી રહ્યા છે.

- text