માળિયા (મિયાણા)ની ન્યૂ નવલખી પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યાજાઈ

- text


માળિયા (મિયાણા) : વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સંયુક્ત ઉપક્રમે તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ન્યૂ નવલખી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં 35 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા અને ડો.દીપક બાવરવા (EMO)ની સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર માળિયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના એમ.ઓ. ડો. કૃપાબેન કકાસણીયાના માર્ગદર્શન હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને તમામ વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા ને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. ખીરસરા આયુષ્માન આરોગ્ય મંદિરના CHO, MPHW, FHW, Asha અને Rbsk ટીમ અને શિક્ષકો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

- text

- text