મોરબીની વાવડી ચોકડી પાસેના રોડ ઉપર પણ ભુવો પડ્યો

- text


ભૂગર્ભમાં લાઈન લીકેજ થવાના કારણે માટી ખસી જવાથી ભુવો પડ્યાનું પ્રાથમિક તારણ

મોરબી : મોરબીમાં ભારે વરસાદ બાદ એક પછી એક પુલને નુકસાન તેમજ રોડ ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે રવાપર ચોકડી પાસેના રોડ ઉપર ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબીના વાવડી ચોકડી પાસે વાવડી ગામ જવાના રસ્તે રોડ ઉપર ભુવો પડ્યો છે. જો કે જાણવા મળતી વિગત અનુસાર આ ભુવો ચોમાસા સમયથી છે. એ રોડ રાજકોટ માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવે છે. આ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેષ આદ્રોજાએ જણાવ્યું કે આ રોડ નીચેથી પાલિકાની ભૂગર્ભ લાઈન નીકળે છે. તે લાઈન લીકેજ થઈ હોય અને તેના કારણે માટી ખસી ગઈ હોય તેના કારણે ભુવો પડ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

- text

- text