ચોકીદારની માહિતી પોલીસને ન આપવા બદલ એપાર્ટમેન્ટના પ્રમુખ સામે નોંધાયો ગુનો

- text


મોરબી : મોરબી જિલ્લામાં વિવિધ રહેણાક વિસ્તારમાં રાખવામાં આવતા ઘરઘાટી/ચોકીદારની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે ત્યારે આ જાહેરનામાનો ભંગ કરવા બદલ મોરબીના વિરાટ-એ એપાર્ટમેન્ટના પ્રમુખ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દરમિયાન આરોપી પંકજ બિશેભાઈ ઢોલી (ઉં.વ. 28, રહે મોરબી રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ, વિરાટ-એ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં, મૂળ રહે- રાકુ (શીરવાડી) ગાવ, પંચદેવલ વિનાયકનગર (નગરપાલિકા) જિ. અચ્છામ (નેપાળદેશ) તે વિરાટ-એ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમા રહી ચોકીદારી તેમજ સાફ સફાઈનું કામ કરતો હતો. ઝડપાયેલા આરોપીની માહિતી વિરાટ-એ એપાર્ટમેન્ટના પ્રમુખે નજીકના પોલીસ સ્ટેશને આપેલી ન હતી. જેથી વિરાટ-એ એપાર્ટમેન્ટના પ્રમુખ ઓધવજીભાઈ લીંબાભાઈ સુવારીયા વિરુદ્ધ કલેક્ટરના જાહેનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસ દ્વારા અન્ય લોકોને આવા ઘરઘાટી/ચોકીદારનું ફોર્મ ભરી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા જણાવાયું

- text

- text