મોરબીમા ઉછીના પૈસા પરત ન આપતા યુવાનને ઓફિસમાં પુરી ઢોર માર મરાયો

- text


રો મટિરિયલનો ધંધો કરતા યુવાને ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી શહેરમાં ગુન્હાખોરી વકરી રહી છે ત્યારે સિરામિક રો મટીરીયલના વેપારી યુવાને મિત્ર પાસેથી લીધેલા 1 લાખ પરત ન કરતા મિત્રએ અન્યની ઓફિસે બોલાવી યુવાનને પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા વેપારીએ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં સિરામિક રો-મટિરિયલનો ધંધો કરતા અને ઉમા ટાઉનશીપમા આલ્ફા હોમમાં રહેતા હાર્દિક કાંતિભાઈ બોપલીયાએ આરોપી એવા મિત્ર ચેતન વરમોરા રહે. ક્રાંતિજ્યોત,મહેન્દ્રનગર વાળા પાસેથી રૂપિયા એક લાખ હાથ ઉછીના લીધા બાદ પરત ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી આરોપી ચેતન વરમોરાએ હાર્દિકને શનાળા રોડ ઉપર કબીબી બેકરી ઉપર આવેલ આરોપી મયુરસિંહ જાડેજાની ઓફિસે બોલાવી બોલાવ્યો હતો. જ્યાં આરોપી ચેતન, મયુરસિંહ અને એક અજાણ્યા ઇસમે હાર્દિકને પહેલા ઢીકા પાટુનો માર માર્યા બાદ આરોપી મયુરસિંહે પ્લાસ્ટિકના ધોકા વડે બેફામ માર મારી આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text