મોરબીમાં 270 વર્ષ જુના ધર્મનાથ દાદાના જિનાલયમાં સંવત્સરીની ઉજવણી

- text


મિચ્છામિ દુકડમ : જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી

65 જેટલા તપસ્વીઓએ 8 દિવસથી લઇ 16 દિવસ સુધીની ઉપવાસ કર્યા

મોરબી : મોરબીના જૈન સમાજ દ્વારા શનિવારે ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. દરબાર ગાઢ ખાતે આવેલ 270 વર્ષ જુના ધર્મનાથ દાદાના જિનાલય દેરાસરમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.

મોરબી ખાતે ધર્મનાથ દાદાના જિનાલયમાં સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.શનિવારે આખો દિવસ દેરાસરમાં સાધુ મહારાજ મુનિરાજ બોધી દર્શન મહારાજના મુખે બારસ સૂત્રનું વાંચન સાંભળી અને પ્રતિક્રમણ કર્યું હતું અને ધર્મમઈ બન્યા હતા અને જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક સંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.


ધર્મનાથ દાદા સહિતનાને સોના-ચાંદી અને ફૂલોની આંગી

જૈન સમાજના પાવન પર્યુષણ પર્વ દરમિયાન શનિવારે સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ ધર્મનાથ દાદા સહિતનાને સોના-ચાંદી અને ફૂલોની આંગી કરવામાં આવી હતી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


તપ કરવાથી સ્થિરતા આવે છે :સાસ્વત દોશી

મોરબીમાં નવાઈ તપની સાધના કરનાર જૈન તપસ્વી સાસ્વત દોશી જણાવે છે કે, તપ કરવાથી આપણામાં સ્થિરતા આવે છે, મન એકાગ્ર થાય છે, જેમ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ એ જ રીતે તપસ્યા કરવાથી આપણા શરીરનું રિસ્ટાર્ટ થયાની અનુભૂતિ થાય છે.શરીર અને મન એક ચિત થઈ પ્રભુ ભક્તિમાં લિન થાય છે


જૈન ન હોવા છતાં વિજયભાઈ ગોહિલે 21 દિવસના તપ કર્યું

મોરબીના સંઘમાં જુદા-જુદા કામો કરવા આવતા વિજયભાઈ ગોહિલ જૈન ધર્મથી પ્રભાવિત થયા છે અને તેઓને તપસ્યા કરવાની પ્રેરણા મળતા અઠ્ઠાઈ તપથી શરૂઆત કરી આ વર્ષે 21 દિવસની તપસ્યા કરી છે અને હવે માસ ખમણની ઈચ્છા હોવાનું તેમને જણાવ્યું હતું, સાથે જ તપ કરવાથી શરીર અને મનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે તેમ જણાવ્યું હતું.

મોક્ષા મહેતાએ સતત બીજા વર્ષ વર્ષી તપ કર્યું

મોરબી જૈન સમાજના મોક્ષા અતુલભાઈ મેહતા નામના બહેને સતત બીજા વર્ષે વર્ષી તપ કરી છે, વર્ષી તપમાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બેસણું હોય છે. આદિનાથ દાદાની અસીમ કૃપાથી જ આ તપ થઇ શકે છે અને આ તપ કરવાથી તેમના જીવનમાં ઘણો બદલાવ આવ્યાનું તેમને જણાવ્યું હતું.


મોરબીમાં 65 તપસ્વીઓએ કરી તપ સાધના

મોરબીમાં પર્યુષણ નિમિતે 65 જેટલા તપસ્વીઓએ 8 દિવસથી લઇ 16 દિવસ સુધીની ઉપવાસ કર્યા હતા જેમાં 25 સાધકોએ સાત દિવસના અને 40 જેટલા તપસ્વીઓએ આઠથી સોળ દિવસ સુધી કઠોર તપસ્યા કરી હતી.નોંધનીય છે કે, જૈન સમાજ દ્વારા સાત દિવસ સુધી સવારથી સાંજ સુધી માત્ર ગરમ પાણી પીને જ ઉપવાસ કરવામાં આવે છે. જેમાં સાત દિવસના તપસ્વીઓ આજે ખીર પી અને સામુહિક પારણા કર્યા હતા.

સાગરભાઈ મહેન્દ્રભાઈ શાહ

ભૂમિબેન વિશાલભાઈ શાહ

આયુષ કલ્પેશભાઈ મહેતા

શાશ્વત ભરતભાઈ દોશી

શેઠ પૂર્વીબેન નેમિશભાઈ

શેઠ હર્ષાબેન કમલેશભાઈ

જશ મેહુલભાઈ સંઘવી

વૃષ્ટિ ચંદ્રેશભાઇ વોરા

લબ્ધી ચંદ્રેશભાઇ વોરા

હીર રાજેશભાઈ મહેતા

મેઘા કમલભાઈ દેસાઈ

જીગ્નેશ જેન્તીભાઇ મહેતા

ભવ્યા ભાવેશભાઈ મહેતા

જૈનમ જગદીપભાઈ મહેતા

પૂજાબેન કુલદીપભાઈ જૈન

ભાવેશ ઇન્દુલાલ ગાંધી

શૈલેષ ઇન્દુલાલ ગાંધી

હેતાંષી સુધીરભાઈ સુખડીયા

વંશી જીતેનભાઈ દોશી

ધ્રુવી જિતેનભાઈ દોશી

હેમીલ ગિરીશભાઈ મેરજા

અતુલ મનહરલાલ મેરજા

નામુબેન જયેશભાઇ ગાંધી

પરેશ મણિલાલ મેરજા

ભાવિષા પરેશ મહેતા

પુષ્પાબેન ચંપકલાલ

સોનલબેન સુખડીયા

પ્રફુલાબેન દલસીભાઈ

પ્રશાંત ભવાનભાઈ રાવ

ખુશ્બૂ પ્રશાંતભાઈ રાવ

અવનીબેન લોદરિયા

ફોરમબેન લોદરીયા

મહેતા ખુશ્બૂબેન કવિતભાઈ

સુમિત સચિનભાઈ મહેતા

દીપાબેન દિલીપભાઈ દોશી

સોનલબેન અતુલભાઈ  

- text

મીનાબેન અશોકભાઈ મહેતા

લબ્ધી વિરાજભાઈ દફતરી

ભાવનાબેન ગીરીશભાઈ મહેતા

શ્રુતિ દીપકભાઈ સંઘવી

જાગૃતિબેન હિતેષભાઇ મહેતા

હિતેષભાઇ અશોકભાઈ મહેતા

કમલેશભાઈ રમેશચંદ્ર દફતરી

નયનભાઈ અરવિંદભાઈ ખોખાણી

સોનલબેન નયનભાઈ ખોખાણી


- text