કંડલા બંદરથી નવલખી બંદર હાઇવે બનાવવા મોરબીના સામાજિક કાર્યકરની પીએમને રજૂઆત 

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર સિનિયર સિટીઝન મોરબીના હસમુખભાઈ ગઢવી દ્વારા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી અને નવલખી બંદર સુધી કોસ્ટલ હાઇવે બનાવવાની માગ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લેખિતમાં આવેદન પાઠવવામાં આવ્યું છે.

આવેદનમાં જણાવ્યા અનુસાર, મોરબી એક ઔદ્યોગિક નગર છે જ્યાં સિરામીક, સેનિટેશન, ઘડિયાળ, પોલીપેક અને પેપર ઉદ્યોગે વિશ્વ સ્તરીયે ખ્યાતિ મેળવેલી છે. જેના કારણે અહીં આવક અને નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. તેમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થતી હોય છે. આ નિકાસ કંડલા બંદર અને મુન્દ્રા બંદરથી થતી હોય છે. નવલખી બંદર પર માત્ર કોલસાની આવક થાય છે વધુ પરિવહનના કારણે સુરજબારીના રૂટ પર ટ્રાફિક જામ અને અકસ્માત થાય છે.

- text

ત્યારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા કંડલા – માલિયા – નવલખી – કોસ્ટલ રોડ – આર. સી. સી. સિક્સ લેન બનાવવામાં છે. જેથી કચ્છ અને મોરબીને બીજો અન્ય વિકલ્પ મળી શકે તેમજ લોકોની સુરક્ષા માટે પણ આ કોસ્ટર રોડ બનાવવો ખૂબ જરૂરી છે.

- text