મોરબી નેશનલ હાઇવે ઉપર ખુટિયો આડો ઉતરતા ડમ્પર ડિવાઈડર કૂદી અર્ટિકા ઉપર ખાબકયુ, 3 મોત

- text


ઉમા ટાઉનશીપમા રહેતા યુવાનનું મૃત્યુ, પત્ની અને પુત્રીને ઇજા, ડમ્પર ચાલક અને ક્લીનરનું પણ મૃત્યુ

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઈવે ઉપર રવિવારે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે મકનસર અને રફાળેશ્વર વચ્ચે ખુટિયો આડો ઉતરતા ખુટિયાને બચાવવા જતા ડમ્પર ડિવાઈડર કૂદી સામેથી આવતી અર્ટિગા કાર ઉપર ખાબકતા કારમાં સવાર મોરબીના યુવાનનું તેમજ ડમ્પર ચાલક અને ક્લીનરનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર યુવાનના પત્ની અને પુત્રીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ઉમા ટાઉનશીપમા રહેતા તુષારભાઈ બાબુભાઇ માલવીયા અને તેમના પત્ની સુવિધાબેન તુષારભાઈ માલવીયા 9 માસની પુત્રી દ્વિજા સાથે સવારમાં સુરત પાંચમના પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા અને મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પહોંચતા જ રફાળેશ્વર અને મકનસર વચ્ચે ડમ્પર આડે ખુટિયો ઉતરતા ખુટિયો તારવવા જતા ડમ્પર ડિવાઈડર કૂદીને અર્ટિગા કાર ઉપર ખાબકતા કારમાં સવાર તુષારભાઈ બાબુભાઇ માલવીયા ડમ્પર ચાલક મહેશ અમરશીભાઈ શીંગાર અને ટ્રક ડમ્પર ક્લીનર વરુણ ઉર્ફે ગુડડુ તોલસિંહ વાસ્કેલ રહે.જાબવા, મધ્યપ્રદેશ વાળાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

- text

બીજી તરફ આ બનાવમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ખૂંટિયો અચાનક આડો ઉતરતા ખૂંટિયાને બચાવવા જતા ડમ્પર ટ્રક બેકાબુ બની ડિવાઈડર કૂદી કાર ઉપર કાળ બનીને ત્રાટકતા કાર ચલાવી રહેલા તુષારભાઈ માલવીયા તેમજ ડમ્પર ચાલક મહેશ અમરશીભાઈ શીંગાર અને ટ્રક ડમ્પર ક્લીનર વરુણ ઉર્ફે ગુડડુ તોલસિંહ વાસ્કેલનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં તુષારભાઈના પત્ની સુવિધાબેન ઉ.24 અને તેમની 9 માસની પુત્રી દ્વિજાને ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

- text