વાહન ચોરીના મામલે શકત શનાળાના ગ્રાહકને વળતર ચૂકવવા ઇન્સ્યુરન્સ કંપનીને કોર્ટ આદેશ

- text


મોરબી : મોરબીના શકત શનાળાના ગ્રાહકનું મોટરસાયકલ ચોરાઈ જતા આ મામલે ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા આ અંગેનો કેસ રાજકોટ ગ્રાહક અદાલતમાં ચાલતા અદાલતે ઇન્સ્યુરન્સ કંપનીને ફટકાર લગાવીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

- text

મોરબીના શકત શનાળાની બાજુમાં ભગતની વાડીમાં રહેતા દિલીપભાઈ લાલજીભાઈ પરમારનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરાઈ જતા એચડીએફસી એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડી હતી. જેથી મોરબી ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે વીમા કંપનીને રૂપિયા 68,805 તારીખ 25-9-2023 થી 6% ના વ્યાજ અને 5,000 ના ખર્ચ મળી કુલ 73,805 રૂપિયા ચૂકવવાના આદેશ કર્યો છે.

- text