મોરબીમાં ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 32 લાખની રોકડ સાથે 9ની ધરપકડ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા મોટા જુગાર ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 9 શખ્સોને રૂ.32.50 લાખની રોકડ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શનાળા રોડ ઉપર મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ -2 માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં. 202માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉઘરેજા, મયુરભાઇ વિઠ્ઠલભાઈ મુછડીયા, મનીષભાઇ લાલજીભાઈ વડસોલા, તરૂણભાઇ વલ્લભભાઈ કાવર, સંજયભાઇ પ્રભુભાઇ સનારીયા, કુલદીપભાઇ ઇશ્વરભાઈ કાસુન્દ્રા, ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી, ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ ઉઘરેજા, ભાવેશભાઇ કેશવજીભાઇ ભીમાણીને પકડી પાડવામાં આવ્યા હતા.

- text

પોલીસે રૂ.32.50 લાખની રોકડ કબ્જે કરી તમામ શખ્સો સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એ ડીવીઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઈ આર.એન.ભટ્ટ, પો. હેડ કોન્સ. પ્રવીણસિંહ ઝાલા, પોલીસ કોન્સ. જયેશભાઇ ડાંગર, ભાવિનભાઈ રતન, કલ્પેશભાઇ ઝામકીયા તથા રવીરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

- text