- text
ટંકારા : ટંકારાના નેકનામ ગામે સીમ વિસ્તારમાં વિવિધ ખેડૂતોના ખેતરમાંથી પાણીની મોટરના કેબલની ચોરી કરનાર શખ્સોને ઝડપીને તેમની સામે ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવા ટંકારા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
અરજદાર મેહુલભાઈ દેત્રોજાના જણાવ્યા અનુસાર નેકનામ ગામમાં રહેતા ભીખાભાઈ રામજીભાઈ દલસાણીયા તેઓની વાડીએ જતા તેઓની પાણીની મોટરનો કેબલ આશરે 80 ફૂટ જેટલો ત્યાં હતો નહીં. આ ઉપરાંત આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની પાડોશમાં જ આવેલા રણછોડભાઈ દલસાણીયાની વાડીમાંથી પણ આશરે 400 ફૂટ જેટલો વાયર, નવીનભાઈ ચીકાણીની વાડીમાંથી 100 ફૂટ, પંકજભાઈ ચીકાણીની વાડીમાંથી 160 ફૂટ, કેશવજીભાઈ લાલપરાની વાડીમાંથી 370 ફૂટ, જીતેન્દ્રભાઈ લાલપરાની વાડીમાંથી 50 ફૂટ, હસમુખભાઈ ભોરણીયાની વાડીમાંથી 100 ફૂટ, મેહુલભાઈ દેત્રોજાની વાડીમાંથી 110 ફૂટ જેટલો કોપરનો વાયર કાપીને કેટલાક શખ્સો લઈ ગયા હતા. ત્યારબાદ નેકનામ ગામના જીઆરડીને પુછતા જાણવા મળ્યું હતું કે, જીઆરડી જવાને આ ચોરી કરનાર શખ્સોનો પીછો કરતા તેઓ વાયર ભરેલો કોથળો તથા એક બાઈક GJ-03-KD-8335 મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. તેથી આ બાઈક અને વાયર ટંકારા પોલીસ સ્ટેશનને જમા કરાવી દીધો છે. તો આ કોપર વાયરની ચોરી કરનાર શખ્શો સામે તાત્કાલિક ફરિયાદ લઈ કાનૂની રાહે યોગ્ય પગલા લેવા ટંકારા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે.
- text
- text