મોરબી જિલ્લામાં 40 નાયબ મામલતદાર, 20 ક્લાર્ક અને 15 તલાટીની બદલી 

- text


જિલ્લાની મામલતદાર કચેરીઓ, પુરવઠા અને કલેકટર કચેરી સહિતની કચેરીઓમાં કલેકટરે બદલીનો ગંજીપો ચીપ્યો 

મોરબી : મોરબી જિલ્લા કલેકટર તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા 40 નાયબ મામલતદાર, 20 ક્લાર્ક અને 15 તલાટીની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.

- text

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો, ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓની બદલી કરવામાં આવી છે. મોરબી કલેકટર કચેરીમાંથી 5 નાયબ મામલતદાર અને 3 કલાર્કની, મોરબી પ્રાંત કચેરીમાંથી 1 નાયબ મામલતદાર અને 1 કલાર્કની, વાંકાનેર પ્રાંત કચેરીમાંથી 1 નાયબ મામલતદાર અને 1 કલાર્કની, હળવદ પ્રાંત કચેરીમાંથી 1 ક્લાર્કની બદલી, મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાંથી 3 નાયબ મામલતદાર અને 3 કલાર્કની, મોરબી સીટી મામલતદાર કચેરી માંથી 3 નાયબ મામલતદાર અને 3 કલાર્કની, ટંકારા મામલતદાર કચેરી માંથી 2 નાયબ મામલતદાર અને 3 રેવન્યુ તલાટીની વાંકાનેર મામલતદાર કચેરીમાંથી 1 નાયબ મામલતદાર અને 2 કલાર્કની, હળવદ મામલતદાર કચેરીમાંથી 4 નાયબ મામલતદાર અને 1 કલાર્ક અને 2 રેવન્યુ તલાટીની, માળીયા મામલતદાર કચેરીમાંથી 4 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. તેવું જાણવા મળી રહ્યું છે.

- text