વાંકાનેરના કોઠી ગામની સિમમાંથી ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરની ચોરી : ચોર હાથવેંતમાં

- text


છ મહિના જુના બનાવમાં ફરિયાદ નોંધાતા ચોર પકડમાં આવી ગયાના સંકેત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામની સિમમાંથી બે અલગ અલગ કિસ્સામાં ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરની ચોરી થયાના છ મહીના જુના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધાતા તસ્કર પકડાઈ ગયો હોવાના સંકેત મળી રહ્યા છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી દેવજીભાઈ લખમણભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત ફેબ્રુઆરી માસમાં તસ્કરોએ કોઠી ગામની સિમમાંથી તેમની માલિકીની 80 હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી તેમજ સાહેદ ઉસ્માનગનીભાઈની માલિકીનું ટ્રેકટર પાછળ જોડી ખેતીમાં ઉપયોગમાં લેવાતું 40 હજારની કિંમતનું રોટાવેટર અજાણ્યા ઈસમો ચોરી જતા કુલ 1.20 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, વાહનચોરી જેવા બનાવોમાં પોલીસ તાત્કાલિક ગુન્હો નહિ નોંધી આરોપી પકડાયા બાદ જ ગુન્હો નોંધતી હોય છે ત્યારે આ કિસ્સામાં પણ તસ્કરો પકડાઈ ગયાના સંકેત વચ્ચે છ મહિના બાદ ફરિયાદ નોંધાઇ હોવાના અણસાર મળી રહ્યા છે.

- text

- text