મોરબી જિલ્લાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના મુદ્દે પૂર્વ મંત્રીને આપ્યું આવેદન

- text


મોરબી : મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા આજરોજ જૂની પેન્શન યોજનાને લઇને રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયુ હતું કે અગાઉ 2005 પહેલાંના શિક્ષકોની તાલુકા અને જિલ્લા સમિતી દ્વારા રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં તેમને મીડિયા સામે જાહેરાત કરી હતી કે, વર્ષ 2022ની વિધાન સભા ચૂંટણી પહેલા શિક્ષક સંગઠ્ઠન અને સરકાર દ્વારા મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને બનેલ 5 મંત્રીની કમિટીમાં 1-4-2005 પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓને જુની પૅન્શન યોજનામાં સમાવવામાં આવશે. અને ટૂંક સમયમાં તેનો ઠરાવ (પરિપત્ર) કરવામાં આવશે.

પરંતુ આ વાતને 2 વર્ષ જેટલો સમય થવાં છતાં આજ સુધી તે ઠરાવ ન થવાનાં લીધે મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા તે 5 મંત્રીની કમિટીમાના 1 સભ્ય એવાં બ્રિજેશભાઇ મેરજાને પોતાની વાત અને વ્યથા વ્યક્ત કરી હતી. જેમા બ્રીજેશભાઈ મેરજાએ ગંભીરતા પૂર્વક ચર્ચા કરી પોતાનાથી બનતા તમામ પ્રયત્નનો કરી આ ઠરાવ જલદીમાં જલદી થાય તેવાં પ્રયત્નો કરવાની ખાત્રી આપવામાં આવી છે. આ આવેદન કાર્યક્રમમાં મોરબી જિલ્લાનાં દરેક તાલુકા અને નિમાયેલ જિલ્લા સમિતિના ભાઈઓ અને બહેનો, અને સક્રિય મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

- text

- text