નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-24માં મોરબી જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે

- text


13 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે સ્પર્ધા

મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાએ યોજાયેલ નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-24 સ્પર્ધામાં પસંદગી પામેલા 15 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની કવીઝ સ્પર્ધામાં ભાગ ભાગ લેવા તારીખ 13-9-2024ના રોજ ગાંધીનગર જશે.

નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-24 સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક 20 સ્કૂલનાં ધોરણ 8 થી 12નાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 15 + 5 પ્રશ્નો દરેકમાં 4 વિકલ્પ હોય છે. આ નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-24ની સ્પર્ધામાં 15 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. નિર્ણાયક તથા સહયોગ બદલ પ્રોફેસર કમ શિક્ષક રામદેભાઈ કાનાભાઈ ડાંગર, નવયુગ સંકુલ વિરપર જેઓ ખાસ ઉપસ્થિત રહી સર્વોત્તમ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

મહત્વનું છે કે, કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ – 2024 જિલ્લાકક્ષાની સ્પર્ધા “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી જિલ્લો નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝનું આયોજન કરે છે.

- text

- text