ટંકારા નગરપાલિકા માટે નોટિફિકેશન જાહેર, દિવાળી બાદ ચૂંટણી યોજાવાની શક્યતા

- text


27% ઓબીસી અનામત મુજબ બેઠકો સહિતનું લિસ્ટ જાહેર : 24 નગરસેવકો હશે

ટંકારા : ટંકારા શહેરને નગર પાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ટંકારા નગરપાલિકા માટે નોટિફિકેશન જાહેર કરી ટંકારામાં 6 વોર્ડમાં વિભાજન કર્યુ છે. જેમાં 24 કાઉન્સિલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નગરપાલિકાની પ્રથમ ચૂંટણી દિવાળી બાદ યોજાઈ તેવી શકયતા વચ્ચે ટંકારા પાલિકાની નક્કી કરાયેલ 24 બેઠકોમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિની વ્યક્તિ માટે અનામત, 6 બેઠક પછાત વર્ગની વ્યક્તિ માટે જેમાંથી 3 મહિલા 3 પુરુષ માટે અનામત મુજબ ટંકારા નગરપાલિકા 27 % ઓબીસી અનામત સહિત 50 % મહિલા અનામત બેઠક સાથે રાજ્ય સરકારના નાયબ સચિવ મનીષ.સી.શાહ દ્વારા નોટિફિકેશન બહાર પાડયું છે.

- text

ઉલ્લેખનીય છે કે, ટંકારાને નગરપાલિકાનનો દરજજો આપવામાં આવ્યા બાદ નવું સિમાંકન અને વોર્ડ રચના માટે ચૂંટણી વિભાગે કવાયત હાથ ધરી છે અને રાજકીય સુત્રોનું કહેવું છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દિવાળી પછી વર્ષના અંતમાં યોજાઈ શકે છે. અગાઉ ટંકારા પાલિકા પ્રમુખને લઈ ઓબીસી અનામત માટે નોટિફિકેશન બહાર પડી ચૂક્યું છે ત્યારે હવે ટંકારા નગરપાલિકામાં 24 કોર્પોરેટરો માટે ચુંટણી યોજાયા બાદ નગરપાલિકાની કલ્યાણકારી, સુખાકારી સહિતની સેવા માટે પોતાના વિસ્તારમાંથી પાલિકા સુધી પહોંચવા રાજકીય ગતિવિધિ પણ શરૂ થઈ છે.

- text