ટંકારમાં ઠેર-ઠેર ભારે ઉત્સાહ સાથે વિધિપૂર્વક ગણપતિનું સ્થાપન કરાયું 

- text


ટંકારા : આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ટંકારા તાલુકામાં દુંદાળાદેવ ગણપતિબાપાનો મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેર ગ્રામ્ય પંથકમાં આજે વિધિવત ગણપતિબાપાના પંડાલનુ સ્થાપન કરવામાં આવ્યુ. જેમા શહેરના ધેટીયાવાસ કા રાજા, મકનાની કા રાજા, લોવાસ કા રાજા ઉપરાંત ભાવિકોએ ધરે પણ ગણેશજીની પધરામણી કરી છે ઉપરાંત અનેક ગામડે પણ ગણપતીબાપાના સ્થાપન કરી આજે વિધિપૂર્વક ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરાયો હતો.

- text