સતત 26 વર્ષે મોરબીથી અંબાજીની પદયાત્રાનો પ્રારંભ 

- text


મોરબી : સતત 26માં વર્ષે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનો આજે પ્રારંભ થયો છે. મોરબી થી અંબાજી સુધીની પદયાત્રા છેલ્લા 26 વર્ષથી યોજાઈ રહી છે. આજરોજ પ્રસ્થાન થયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાયા છે.

મોરબી થી અંબાજી સુધીની પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા છે. તેઓ દ્વારા 26માં વર્ષે મોરબી થી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક પદયાત્રિકોને રહેવા-જમવા તથા મેડિકલ સહિતની તમામ સુવિધા સુરેશભાઈ નગપરા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેમની સાથે પદયાત્રિના સેવગણ તરીકે ધનજીભાઈ કાવર, સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા તથા રસોડા વિભાગ સંભાળતા યોગેશભાઈ ઠોરીયા તથા જય અંબે પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કાર્યમાં જોડાયા છે. અંબિકા પદયાત્રા આજે જય અંબે નાદ સાથે નીકળી હતી અને 16 સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરે પહોંચશે અને ત્યાં તમામ લોકો મા અંબાજીના દર્શન કરીને 52 ગજની ધજા ચડાવશે.

- text

- text