લાતી પ્લોટમાં ખાડાને કારણે અકસ્માત : સ્કુટરમાં જતી ત્રણ બહેનો પડી ગઈ : જુઓ વિડીયો

- text


મોરબી : મોરબી ખાડાનગરી બની હોય તેમ ઠેક ઠેકાણે રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ત્યારે આ ખાડાના કારણે અકસ્માત થતા એક્ટિવા સવાર ત્રણ બહેનો નીચે પટકાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ભૂગર્ભ ગટર ઉભરાવવાથી માંડી ખાડાઓ અને બિસ્માર રોડ સહિતના પ્રશ્નોને લઈને પીડાતા લાતી પ્લોટમાં બે દિવસ પૂર્વે વરસાદના પાણીના કારણે ખાડો ન દેખાતા એક્ટિવાને અકસ્માત નડ્યો હતો. ત્રણ બહેનો એક્ટિવામાં જતી હતી ત્યારે ખાડાના કારણે તેઓ નિચે પટકાઈ હતી. જો કે સદનસીબે તેઓને સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. પણ હવે આ ખાડાઓ જીવલેણ બને તે પહેલાં તંત્ર કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text