મોરબીનાં સનફલોરા હાઇટ્સમાં પરિવારોનું સ્નેહમિલન યોજાયું 

- text


મોરબી : મોરબીના સનફલોરા હાઇટ્સમાંરહેતા 102 પરિવારનું સ્નેહ મિલનનું આયોજન સનફલોરા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ ભાવિન અમૃતિયા અને ઉપપ્રમુખ સંકેત ભાલોડીયાના પ્રયત્નથી હિન્દુ ઉત્સવની ભાવભેર ઉજવણી થાય, પરિવાર ભાવનાથી દરેક કુટુંબ જોડાય તેવા ઉમદા હેતુથી સનફલોરા હાઈટ્સના પ્રમુખ મહેશભાઈ ઘોડાસરા અને કારોબારી સમિતિની અનુમતિથી આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જેમાં દરેક પરિવારનો પરિચય આપવામાં આવ્યો હતો. જેથી એકબીજાને ઓળખતા થાય. પ્રમુખ સ્થાનેથી મહેશભાઈએ સન ફલોરા હાઈટ્સના નિયમોની જાણકારી આપી દરેક સભ્ય પોતાના પરિવાર માટે નિયમોનું પાલન કરે અને પરિવાર ભાવનાથી એક બની નેક બની એકબીજાને મદદરૂપ બને તે બાબતે દરેક પરિવારને વિનંતી કરી હતી. જયસુખભાઈ મેંદપરાએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાણકારી આપી હતી. સરડવા મણીભાઈએ સન ફલોરા હાઈટ્સના તમામ સભ્યો પોતાના કાર્યક્ષેત્રમાં મદદરૂપ બની સનફલોરાની પરિવાર ભાવના મજબૂત બનાવે તેમ જણાવ્યું હતું. ઉપપ્રમુખ કેતનભાઈ ભાલોડિયાએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ કકાસણીયાએ કર્યું હતું. ઉત્સવ સમિતિ દ્વારા સમૂહભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

- text