હળવદની જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ 

- text


હળવદ : હળવદની જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8નાં તમામ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ ઉત્સાહ પૂર્વક ગણપતિબાપાની મૂર્તિ બનાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નાયકપરા (મહામંત્રી, મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘ), આચાર્ય સાગરભાઇ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કર્યું હતું. સુંદર મૂર્તિ બનાવનાર તમામ બાળકોને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી તથા N.I.M.A., મોરબી મહેશ્વરી હોસ્પિટલ, મોરબીના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી દ્વારા ઇનામ આપવામાં આવ્યાં હતા.

- text

- text