મોરબીમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા કેબલ ઓપરેટરની ઓફીસમાં આગ લગાડાઈ

- text


ઓફીસ બંધ હોય આરોપીએ જ્વલનશીલ પદાર્થ છાટી દરવાજો સળગાવ્યો : ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ

મોરબી : મોરબીમા એક કેબલ ઓપરેટરે અન્ય કેબલ ઓપરેટર પાસે રૂપિયા 50 હજાર ઉછીના માંગતા કેબલ ઓપરેટરે ઉછીના પૈસા ન આપતા એચડીએફસી ચોકમાં આવેલ જીટીપીએલ કેબલ ઓપરેટરની ઓફીસ સળગાવી નાખવાનો પ્રયાસ થયો હતો અને આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ છાટી ઓફિસનો દરવાજો સળગાવી નાખ્યો હતો. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે, નોંધનીય છે ઓફિસમાં આરોપીની આગ ચાંપવાની ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ હતી.

મોરબી શહેરના કાયાજી પ્લોટમાં રહેતા દિનેશભાઇ જયંતીભાઈ પંડ્યાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જુનેદ ગુલામહુસેન પીલુડિયા રહે.મહેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ મોરબી શહેરમાં જીટીપીએલ કેબલ ઓપરેટર તરીકે વ્યવસાય કરે છે જેમાં વિશિપરા વિસ્તારમાં કેબલ ઓપરેટરનું કામ આરોપી જુનેદ ગુલામહુસેન પીલુડિયાને સોંપ્યું છે.

- text

વધુમાં આરોપી જુનેદ ગુલામહુસેન પીલુડિયાએ દિનેશભાઇને ફોન કરી રૂપિયા 50 હજાર ઉછીના આપવાનું કહેતા દીનેશભાઈએ પોતાની પાસે પૈસાની સગવડ ન હોવાથી પૈસા આપવાની ના પાડતા મોબાઈલ ફોનમાં ઓફીસ સળગાવી નાખવા ધમકી આપી હતી અને બાદમાં તા.7ના વહેલી સવારે દીનેશભાઈની રવાપર રોડ ઉપર એચડીએફસી ચોકમાં આવેલ ઓફીસના બંધ દરવાજે આગ લગાડી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. સાથે જ આ અગાઉ પણ આરોપી જુનેદે એપ્રિલ 2024મા જીટીપીએલના કેબલ તોડી નાખી ઓફિસમાં તોડફોડ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text