ટંકારાના નગરનાકે રહેણાંકમાંથી 110 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


ટંકારા : ટંકારા શહેરના નગરનાકા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુંપાવી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 110 બોટલો મળી આવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે નગરનાકા વિસ્તારમાં રહેતા આરોપી સિકંદર રફીકભાઈ ભાણુંના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી જુદી – જુદી બ્રાન્ડની 110 બોટલ કિંમત રૂપિયા 37,400 મળી આવતા પોલીસે આરોપી સિકંદરને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text