માળિયા (મિયાણા)ના બગસરાથી વવાણીયાને જોડતા નવા રોડમાં મસમોટા ખાડા

- text


માળિયા (મિયાણા) : તાલુકાના બગસરાથી વવાણીયાને જોડતા નવા રોડમાં મોટા ખાડા પડી જતાં રોડની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. બગસરા નજીક તળાવની બાજુમાં બનાવેલા નવા નાલા પાસે જીવલેણ ખાડો પડી ગયો છે. નાલાની સાઈડમાં રોડની ગુણવત્તા પણ ખરાબ છે.

આ અંગે ગ્રામજનોએ તલાટીને જાણ કરતાં નવા રોડના કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ કામગીરી અંગે એક બીજાને ખો આપી રહ્યા છે. જો આ ખાડામાં કોઈ અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ગામ લોકો ઉઠાવી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા રોડના ખાડા બુરવામાં ન આવતા ગામ લોકોએ જાતે જ માટી નાખીને ખાડા બુરવા મજબૂર બન્યા હતા.

- text

- text