ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલની ચોરી : વિડીયો વાયરલ

- text


બુકાનીધારી શખ્સોએ કારમાં ધસી આવી પાર્ક કરાયેલ ટ્રકમાંથી ડીઝલના કેરબા ભરી લીધા

મોરબી : મોરબીના ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થતી આ કરતૂતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક હાઇવે ઉપર ડીઝલ ચોરીની ફરિયાદો મળી રહી છે. ઢુવા નજીક સનહાર્ટ સિરામિક પાસે આવેલ પરિશ્રમ ચેમ્બરની બાજુમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી ગત મોડી રાત્રે ડીઝલ ચોરી કરવામાં આવ્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં દર્શાઇ રહ્યું છે કે અજાણ્યા શખ્સો બુકાની બાંધીને કારમાં ધસી આવ્યા હતા. તેઓએ કાર સાઈડમાં રાખી ટ્રકમાંથી ડીઝલના કેરબા ભરી ચોરીને અંજામ આપ્યો હતો.

- text

- text