મોરબીને અમદાવાદ-મંબઈ સુધીની રેલ્વે સુવિધા આપવાની માંગ

- text


મોરબી : મોરબી આજે ઘણા સમયથી જીલ્લો બની ગયેલ છે. પરંતુ મોરબી પ્રજાને રેલ્વેની સુવિધાને નામે મીડું છે. આજે મોરબી અનેક ઉદ્યોગોથી સંકળાયેલ છે અને રેલ્વેને માલગાડી મારફત કરોડો રૂપીયાની કમાંણી કરી આપે છે. છતા મોરબી રેલ્વે સુવિધાથી વંચિત છે. તેવું જણાવીને મોરબીને અમદાવાદ-મુંબઇ સુધીની રેલવે સુવિધા આપવા જાગૃત નાગરિક પી.પી. જોષી દ્વારા સાંસદને રજુઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબીને રેલ્વે સુવિધા આપવામાં કોઈ જાતનો ખર્ચ પણ નથી. કારણ કે ભુજથી અમદાવાદ મુંબઈ રેલ્વે ટ્રેન જે હળવદ થઈ ને જાય છે..તેમાથી ચાર પાંચ ટ્રેનો વાયા મોરબી કરવામાં આવે તો તે ઘણુ જ સરળ છે. હળવદ જેવા નાના શહેરની જો દિવસમા 12 ગાડીની સુવિધા મળી હોય અને મોરબી જીલ્લો હોય તેમજ અહીથી અસંખ્ય બહારના મજુરો વેપારીઓ આ રેલ્વે સુવિધાનો લાભ લઈ શકે અને રેલ્વે ને આવક થાય તેમ છે.

- text

- text