ટંકારામા શિક્ષિકાનો પીછો કરતા સડક છાપ રોમિયો વિરુદ્ધ ફરિયાદ

- text


ટંકારા : ટંકારા શહેરમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીનો છેલ્લા એક મહિનાથી પીછો કરતા સડક છાપ રોમિયો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ખાતે રહેતી એક યુવતી અભ્યાસ કરવાની સાથે એક ખાનગી શાળામા શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય આરોપી દિનેશ નાનજીભાઈ જાદવ રહે.ટંકારા નામનો શખ્સ છેલ્લા એક મહિનાથી યુવતી ઘેરથી નીકળી સ્કૂલ જાય ત્યારે તેમજ સ્કૂલથી પરત આવે ત્યારે સતત પીછો કરતો હોય સડક છાપ રોમિયોના ત્રાસથી કંટાળી યુવતીએ ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 78(2) મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.

- text

- text