મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

- text


સંબંધના દાવે રૂ.૩ લાખ હાથ ઉછીનાં આપ્યા હતા, જેનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો

મોરબી : મોરબીમાં સંબંધના દાવે રૂ.૩ લાખની રકમ ઉછીની આપ્યા બાદ તેનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હર્ષદભાઈ ધનજીભાઈ ઉટવાડીયાએ ગીતેશભાઈ જીવરાજભાઈ બારેજીયાને સંબંધમાં રૂા.૩,૦૦,૦૦૦/- રોકડા હાથ ઉછીના તા. ૧૮/૦૯/૨૦૧૮ ના રોજ આપેલ હતા. જે અંગે પ્રોમીસરી નોટ કરવામાં આવી હતી. તેનો ચેક તા.૧૯/૦૩/૨૦૨૧ પરત ફરેલ હતો.

જેથી આ મામલે કેસ કરતા આ કેસ થર્ડ એડી. જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ગીતેશભાઈ જીવરાજભાઈ બારેજીયાને તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ડબલ રકમ રૂા.૬,૦૦,૦૦૦/- નો દંડ પણ કરવામાં આવ્યો છે. સાથે રકમ વાર્ષિક ૯% વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ન ભરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં આરોપી હાજર રહેલા ન હોય, આરોપી વિરુધ્ધ પકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ફરિયાદી પક્ષે વકિલ તરીકે બી.એમ. વરિયા રોકાયેલ હતા.

- text

- text