નાની વાવડીના પાટીયાથી નારણકાના રસ્તા પર પેચ વર્ક કરવા રજૂઆત

- text


માનસર ગ્રામ પંચાયતના સરપંચે મોરબી કાર્યપાલ ઇજનેરની પાઠવ્યું આવેદન 

મોરબી : માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાની વાવડી પાટીયાથી ગોર ખીજડિયા, વનાળિયા, માનસર અને નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચ વર્ક કરવાની માંગ સાથે મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઈજનેર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી તાલુકાના નાની વાવડીના પાટીયાથી ગોર ખીજડિયા, વનાળિયા, માનસર અને નારણકા સુધી ચોમાસા દરમ્યાન અતિ ભારે વરસાદ પડવાથી ડામરપટ્ટી રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેથી ગામડેથી ધંધાર્થે મોરબી જતા હજારો યુવાનો અને સામાન્ય પ્રજાને ભાડે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બિસ્માર રસ્તાને કારણે અકસ્માત થવાની દહેશત છે. ત્યારે નાની વાવડીના પાટિયાથી ગોર ખીજડિયા, વનાળિયા, માનસર અને નારણકા સુધી ડામરપટ્ટી પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવા માંગ કરવામાં આવી છે.

- text

- text