મોરબીના કાંતિનગરમાં ટેમ્પો ટ્રક હડફેટે બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરના કાંતિનગરમાં જુબેદા મસ્જિદ નજીક જીજે – 36 – વી – 3941 નંબરના અશોક લેલન બડા દોસ્ત ટેમ્પો વાહનના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી શેરીમાં રમી રહેલા અનસ અજમેરી ઉ.4 નામના બાળકને હડફેટે લઈ માથાના ભાગે મૂંઢ ઇજાઓ પહોંચાડતા અનસનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતક અનસના દાદા યુનુસભાઈ જુમાભાઈ અજમેરીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમા ટેમ્પો વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text