ટંકારાના વિરપર ગામે ઝૂંપડામાંથી દેશી – વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા, એક ફરાર

- text


મોરબી એલસીબી ટીમે પાડેલો દરોડો, 350 લીટર દેશી દારૂ અને 56 નંગ દારૂની બોટલો પકડાઈ

મોરબી : મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના વિરપર ગામે ઘુનડા રોડ ઉપર ઝૂંપડામાં દરોડો પાડી ચાર આરોપીઓને દેશી તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કુલ રૂપિયા 50,600નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન એક આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના વિરપર ગામની સીમમાં ઘુનડા જવાના રસ્તે ઝૂંપડામાં દરોડો પાડી આરોપી

(1) શનીભાઇ શીવાભાઇ બાંભણીયા, રહે.વીરપર સ્મશાન પાસે ઝુપડામાં

(2) રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા, રહે.શનાળા પ્લોટમાં

(3) ગણેશકુમાર બીલટુભાઇ શાહ, રહે.વીરપર મેટ્રો ઇન્ડ્રસ્ટીઝ અને આરોપી (4) સમીરભાઇ હનીફભાઇ વીકીયાણી, રહે.ટંકારા તીલકનગર નામના શખ્સને 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 7000 તેમજ 56 બોટલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 43,600 મળી કુલ રૂપિયા 50,600નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી (5) જયદિપસિંહ ઉર્ફે રાજા મહેન્દ્રસિંહ ઝાલા રહે.શકતશનાળા વાળાનું નામ ખુલતા પોલીસે પાંચેય વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text