ઇન્ડિયા લાયોનેસ ક્લબ મોરબીના સભ્યના જન્મદિવસે વૃક્ષારોપણ કરાયું

- text


એક પેડ મા કે નામ” અંતર્ગત 51 વૃક્ષોનું વિસી ફાટક પાસે વૃક્ષારોપણ કરાયું

મોરબી : ઇન્ડિયા લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ક્લબ મેમ્બરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. જેમાં ક્લબ વાઈસ પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાના જન્મદિવસ પર “એક પેડ મા કે નામ” અંતર્ગત 51 વૃક્ષોનું ક્લબ મેમ્બર્સના હાથે પોતાની માતાના ફોટા સાથે સિટી ડિસ્પેન્સરી, વીસી ફાટક પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટમાં મોટી સંખ્યામાં મેમ્બર્સે હાજરી આપી હતી. સાથે જ મોરબીના આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ ડોક્ટર અંજનાબેન ગઢીયા, ડોક્ટર દુધરેજીયા (સિવિલ હોસ્પિટલ) તેમજ અન્ય અગ્રગણ્ય ડોક્ટરોએ પણ આ પ્રોગ્રામમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ કાર્યક્રમને વાંચા આપતા પરસોત્તમભાઈ રૂપાલા તેમજ કાંતિભાઈ અમૃતિયા એ પણ પોતાના માતાના ફોટો સાથે તેમની યાદમાં વૃક્ષનું વાવેતર કરીને પ્રોજેક્ટને બીરદાવ્યો હતો. આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા, સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ અને નેશનલ હોદ્દેદાર શોભાનાબા ઝાલાએ હાજર સર્વે મહેમાનોનો આભાર માન્યો હતો.

- text

- text