ટંકારામાં અનરાધાર દોઢ ઈંચ વરસાદ પડ્યો

- text


ટંકારા : મોરબી જિલ્લાના ટંકારામાં આજે ફરી અનરાધાર વરસાદ વરસ્યો છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ ટંકારા પંથકમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ટંકારા પંથકમાં અનરાધાર વરસાદથી ઠેર ઠેર પાણી પાણી થઈ ગયા છે. ખેતરોમાંથી પણ પાણી ઉભરાઈને વોકળામાં વહી રહ્યા છે. આ તરફ મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાંકાનેર અને મોરબીમાં પણ છુટો છવાયો વરસાદ વરસ્યો છે.

- text

- text