મોરબી બાયપાસ પાસેની શ્રીજી પાર્ક સોસાયટીમાં ગટરના પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


મોરબી : મોરબી શહેરમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ ભુગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નો ઉભા થયા છે. ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાએ માજા મૂકતા દરરોજ વિવિધ સોસાયટીના રહીશો મોરબી નગરપાલિકાએ રજૂઆત કરવા આવી રહ્યા છે. ત્યારે આજે મોરબીના કંડલા બાયપાસ પાસે અમી પેલેસવાળી શેરીમાં આવેલી શ્રીજી પાર્ક સોસાયટીની મહિલાઓએ મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચીને ભુગર્ભ ગટરના પાણી છલકાવા મામલે મોરચો માંડ્યો હતો.

શ્રીજી પાર્કના મહિલાએ મોરબી અપટેડને જણાવ્યું હતું કે, દર ચોમાસે અમારી સોસાયટીમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સર્જાય છે. પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. સોસાયટીમાં પીવાનું પાણી પણ આવતું નથી. દર ઉનાળે પાણીના ટાંકા મગાવવા પડી રહ્યા છે. ઘરે ઘરે માંદગી છે. ગટરના ઢાંકણા પણ તૂટી ગયા છે. ચાર વખત પાલિકામાં અરજી કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે અમારે મહિલાઓને કચેરીએ આવવું પડ્યું છે. જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો અમે હવે નગરપાલિકામાં વેરો ભરવાનું જ બંધ કરી દઈશું અને હાઈવે બંધ કરીને વિરોધ કરીશું.

- text

- text