ડીઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગમાં વિરોધ પક્ષને બાકાત રાખવા બાબતે કોંગ્રેસ રજૂઆત કરી

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની રાજ્યપાલને લેખિતમાં રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિને પુન:પૂર્વવત કરવા બોલાવશે ડીઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગમાં વિરોધ પક્ષનો છેદ ઉડાવતા મોરબી જિલ્લા કલેક્ટર સામે પગલાં લેવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ હવે મોરબી જિલ્લાને પન: સ્થાપન કરવા તેમજ જનજીવન પૂર્વવત કરવા માટે મોરબી જિલ્લાના ભાજપ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી મોરબી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના પ્રમુખ, મહામંત્રી અને મોરબી જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિરોધ પક્ષના પ્રમુખ, આગેવાનો અને અન્ય નેતાઓને જાણ કરવામાં આવી ન હતી. તેમજ આ બેઠકમાં ગેરબંધારણીય હોઈ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરેલું હોઈ તેવું જણાય રહ્યું છે. વિરોધ પક્ષ પ્રજા સાથે સંકળાયેલ હોય, તેમ છતાં આ બેઠકમાં વિરોધ પક્ષને સ્થાન ન આપી બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવેલ ન હોય, જેથી મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિને પૂનઃપૂર્વવત કરવા બોલાવેલી મિટિંગમાં વિરોધ પક્ષનો છેદ ઉડાવતા મોરબી જિલ્લા કલેકટર સામે પગલાં લેવા તાકીદે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

- text

- text