મોરબીમાં સાંજે ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો

- text


નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરવાની સમસ્યા સર્જાઈ

મોરબી : મોરબીમાં વિરામ બાદ આજે ફરીથી સારો એવો વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લામાં હળવદ અને ટંકારાની સાથે મોરબી શહેરમાં પણ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ધોધમાર વરસાદના પગલે મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાવાની સસ્યાઓ સર્જાઈ હતી. તેમજ સાંજે વરસાદ બાદ શહેરના શનાળા રોડ, અવની ચોકડી સહિતની જગ્યાએ તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરવાના કારણે તેમજ સાંજે કામથી ઘરે જવાનો સમયના કારણે શહેરના શનાળા રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

- text