માળીયા(મિ.)માં પુરથી થયેલા નુક્સાનની સહાય ચૂકવવા આમ આદમી પાર્ટીનું કલેકટરને આવેદન

- text


માળીયા(મી) : માળીયા (મી)માં ભારે વરસાદ અને મરછુ નદીમાંથી છોડાયેલા પાણીથી માળીયા (મી) શહેરમાં અને તાલુકમાં પુરની પરિસ્થિતિ સર્જાયેલ હતી. જેમાં યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે આજરોજ માળીયા (મી) શહેરની આમ આદમી પાર્ટી ટીમ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યા મુજબ તારીખ 25-8-2024 અને તે બાદ ઉપરવાસમાં અતિ વરસાદના કારણે માળીયા (મી) શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં તારીખ 27-8-2024ના રોજ 8 થી 9 ફુટ જેટલા પાણી મરછુ નદીના પાણી છોડાતા સમગ્ર વિસ્તારમાં ફળી વળ્યું હતું. આ દરમ્યાન સ્થાનિક લોકોના ધરોમાં પાણી ધુસી ગયા હતા. અને ભારે વરસાદથી તારાજી થયેલ હતી. આ દરમ્યાન લોકોના કાચા મકાનો અને દિવાલોને નુકસાન થયું હતું જ્યારે અને અમુક મકાનો અને દીવાલો પડી ગઇ હોય તથા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફળી વળતા નુકસાન થયેલ હતું. જેમાં ઘર-વખરી, દુકાન, પશુ અને પાકના નુકસાન બદલ યોગ્ય વળતર ચુકવવા, અને તાત્કાલિકના ધોરણે સર્વે કરી યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે માળીયા(મી) શહેરના પ્રમુખ જેડા તૈયબભાઈ જુસબ ભાઈ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

- text

- text