- text
મોરબી : મોરબીના રવાપર- ધૂનડા રોડ પર આવેલા સભારાવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા અંગે જાગૃત નાગરિક પ્રકાશભાઈ ગણેશભાઈ ડાભી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, સભારા વાડી વિસ્તાર જે મોરબી નગરપાલિકા વોર્ડ નં- 12માં આવેલો છે. ત્યાં થોડા સમય પહેલા GUDC ગ્રાન્ટ અન્વયે ગટર અને પાણીની લાઈન નાખવામાં આવી હતી. અહીં જમીન ઘસી પડતા રસ્તામાં ચાલવું મુશ્કેલ થયું છે. ત્યારે વહેલી તકે મોરમ નાખી રસ્તો ચાલવા યોગ્ય બનાવવા માંગે કરવામાં આવી છે. તેમજ વરસાદને કારણે પાણી ભરાવાને લીધે ગંદકી અને ખાડાનું સામ્રાજ્ય વધ્યું છે ત્યાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવે તથા સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી તહેવાર પહેલા સ્ટ્રીટ લાઈટ નાખવા માંગ કરવામાં આવી છે.
- text
- text