8 સપ્ટેમ્બરે મોરબીમાં નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે

- text


વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે કેમ્પનું આયોજન

મોરબી : આગામી તારીખ 8 સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે મોરબીમાં રાહતદરે કાર્યરત સંસ્કાર ફિઝિયોકેર ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પાછળ સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે 8 સપ્ટેમ્બરે સવારે 8-30 થી બપોરે 12 વાગ્યા સુધી આ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે. જેમાં મગજ અને મણકાના નિષ્ણાત ડો. કેશા શાહ (અગ્રવાલ) તથા તેમની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ સેવા આપશે. આ કેમ્પમાં 1) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ) 2) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે 3) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ 4) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ. ૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો 6) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો. 7) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ 8) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે 9) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર માટેના દર્દીઓ લાભ લઈ શકશે.

- text

આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. 8160282456 પર રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કેમ્પમાં આવો ત્યારે જુના રીપોર્ટસ સાથે લાવવા પણ જણાવાયું છે.

- text