રાજ્ય સરકારે માળિયા (મિયાણા) નગરપાલિકાને ફાયર પ્રિવેન્શન વ્હીલર ફાળવ્યું

- text


માળિયા (મિયાણા) : રાજ્ય સરકાર ગાંધીનગર દ્વારા આજે માળિયા (મિયાણા) નગરપાલિકાને ફાયર પ્રિવેન્શન વ્હીલર ફાળવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં આવેલી ચારેય નગરપાલિકા પૈકી મોરબી વાંકાનેર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. જેમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. તેમજ માળિિયા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ આગની ઘટના બનતી હોય છે. ત્યારે મોરબીથી ફાયર ફાઇટર મગાવવું પડે છે. જેના કારણે સમય અને શક્તિનો વેડફાટ થાય છે. ત્યારે હવે આ મીની ફાયર ટેન્ડરની મદદથી કોઈ દુર્ઘટના ઘટે તો નુકસાન થતું અટકાવી શકાશે.

- text

- text