મોરબીમાં 9 થી 11 સપ્ટેમ્બર દરમ્યાન જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

- text


મોરબી : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર 15 વય જૂથના ખેલાડી એટલે કે તારીખ 1-1-2009 પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પસંદગી પ્રક્રિયામાં હાઈટના માપદંડની વાત કરીએ તો ૧૨ વર્ષના ભાઈઓ માટેની ઊંચાઈ 166+ તથા બહેનો માટે 161+, 13 વર્ષના ભાઈઓ માટે 171+ તથા બહેનો માટે 164+, 14 વર્ષના ભાઈઓ માટે 177+ તથા બહેનો માટે 169+ તેમજ 15 વર્ષના ભાઈઓ માટે 182+ તથા બહેનો માટે 171+ નિર્ધારિત કરવામાં આવી છે.

- text

આ પસંદગી પ્રક્રિયા માટે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે જન્મ તારીખનો દાખલો અને આધારકાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) 9-9-2024 થી 11-9-2024 વચ્ચે સવારે 9 થી 12 વાગ્યા સુધી ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. વધુ વિગત માટે કન્વીનર વિજય ચૌધરીના મો. નં. 9638817738 અને હર્ષદ પટેલના મો. નં 8980516306 પર સંપર્ક કરી શકાશે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text