- text
મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના મહિલા સંગઠનના માઈનોરિટી વિભાગના પ્રમુખ જીનતબેન મોડ, સુપર શક્તિ મહિલા મોરબી શહેર પ્રમુખ કલ્પનાબેન પરમાર, મોરબી શહેર માઈનોરિટી પ્રમુખ મેમુનાબેન બ્લોચ, ઉપપ્રમુખ જીલુબેન શામદાર તથા મંત્રી રેમતબેન મીંયાણાએ આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટરને મળીને માળિયા મિયાણા તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને નુકસાનીનું વળતર ચુકવવા આવેદનપત્ર આપ્યું હતું.
- text
રજૂઆતમાં જણાવાયું છે કે, મહિલા સંગઠનના હોદ્દેદારોએ માળિયા મિયાણા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં વધુ વરસાદ અને ડેમનું પાણી આવવાથી જાનમાલને નુકસાન થયું છે. કાચા મકાનને ભારે નુકસાન થયું છે. ઘણા લોકો બેઘર થઈ ગયા છે. મોરબી જિલ્લામાં ઉદ્યોગો, વેપાર, રોજગાર, નાના ગરીબ વર્ગના માણસોને, મજૂરોને તેમજ મીઠા ઉદ્યોગને, ખેડૂતોને, માછીમારોને, માલધારીઓને પણ નુકસાન થયું છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને નુકસાન થયું હોય તેઓને સહાય ચુકવવામાં આવે
- text